...

0 views

થઈ જાશે
તારા હાથે પાયે તો નશીલો જામ થઈ જાશે,
ઝેર પીને તારા ખોળામાં આખરી શામ થઈ જાશે.

નથી રહેતી લાગણીઓ અંકુશમાં તને જોયા પછી,
આપે તું દર્શન તો દિલને કાયમનો આરામ થઈ જાશે.

ચૂકવી નહીં શકે મારી વફાદારીનું મૂલ્ય ઓ બેવફા,
જગજાહેર થશે તો એ બધીય નીલામ થઈ જાશે.

સારું નથી લાગતું તારા હાથે મારી પીઠને ચીરવું,
સામી છાતીએ ઘા કરવામાં તું નાકામ થઈ જાશે.

રાખુ છું નામ તારું મારી ગઝલમાં છૂપું 'ચાંદ',
ખુલ્લેઆમ લખું તો જગતમાં બદનામ થઈ જાશે.
રીતેશ ક્રિશ્ચિયન
© चाँद