રહી ગઈ
પ્રણયની પ્યાસ રુદિયામાં જ ઘૂંટાતી રહી ગઈ,
મનડાની વેદના અંતરમાં જ પીસાતી રહી ગઈ.
ઝખમોની ઔષધી કંઠે જ વણસતી રહી ગઈ,
ઈતરની સુવાસ રોમરોમે જ સ્પર્શતી રહી ગઈ.
દિલની દીવાલે અશ્રુધરા જ વરસતી રહી ગઈ,
પ્રેમની ઉજ્જડ ધરા મેઘથી જ તરસતી રહી ગઈ.
નજરોને મારી એની જ પ્રીતની પ્રતીતિ રહી ગઈ,
વિરહની વ્યથા એની રાહમાં જ તાકતી રહી ગઈ.
શબ્દપતિની એ ધાર જાણે હવે ભુસાતી રહી ગઈ
શમણાઓની વાટે આંખો મારી ઉંઘડતી રહી ગઈ
કવિતામાં હવે તો પ્રાસની કમી દેખાતી રહી ગઈ,
કલમમાં જાણે હવે તો સાહી ખૂટતી રહી ગઈ.
© ashvin chaudhary
મનડાની વેદના અંતરમાં જ પીસાતી રહી ગઈ.
ઝખમોની ઔષધી કંઠે જ વણસતી રહી ગઈ,
ઈતરની સુવાસ રોમરોમે જ સ્પર્શતી રહી ગઈ.
દિલની દીવાલે અશ્રુધરા જ વરસતી રહી ગઈ,
પ્રેમની ઉજ્જડ ધરા મેઘથી જ તરસતી રહી ગઈ.
નજરોને મારી એની જ પ્રીતની પ્રતીતિ રહી ગઈ,
વિરહની વ્યથા એની રાહમાં જ તાકતી રહી ગઈ.
શબ્દપતિની એ ધાર જાણે હવે ભુસાતી રહી ગઈ
શમણાઓની વાટે આંખો મારી ઉંઘડતી રહી ગઈ
કવિતામાં હવે તો પ્રાસની કમી દેખાતી રહી ગઈ,
કલમમાં જાણે હવે તો સાહી ખૂટતી રહી ગઈ.
© ashvin chaudhary