...

3 views

તરાપ લઈને આવ્યો છું
ફરી એકવાર નવી વાત લઈને આવ્યો છું,
સપનાઓથી સજાવેલી રાત લઈને આવ્યો છું.

કાયમ રહેશે અંકિત તમારા મન મંદિરમાં,
યાદોની અવનવી એવી ભાત લઈને આવ્યો છું.

આંકી નહીં શકો કોઈ મૂલ્ય એનું મોંઘું,
લોહીથી લથબથ પગલાંની છાપ લઈને આવ્યો છું.

હતો શોરબકોર એના વિખરાયેલાં શહેરમાં,
શાંતિને મુઠ્ઠીમાં બાંધીને ચૂપચાપ લઈને આવ્યો છું.

ઉગ્યાં હશે નમણાં સૂર્યમુખી તારા દિલના ખૂણે,
પ્રેમથી ઝુકાવે એને એવો તાપ લઈને આવ્યો છું.

પહોંચાડીશ તને પેલાં ચંદ્ર પર ઓ 'ચાંદ',
એક છલાંગે પહોંચાય એવી તરાપ લઈને આવ્યો છું.
રીતેશ ક્રિશ્ચિયન
© चाँद