...

1 views

નિખરતો રહ્યો
નિખરતો રહ્યો ભટકતા ભટકતા
ભટકતો રહ્યો નિખરતા નિખરતા
દોડ્યો ઘણો નાસમજીમાં સોદશ
તૂટયો ય ઘણો સમજતા સમજતા
ઉઠાડીને જગને ઘેરી ઊંઘમાંથી
મારી પિપાસા 'ને મારી કહાની
કહી એકને માનતો'તો તરી ગ્યો
તૂટી ઊંઘ મારી જે 'દિ પડી ગ્યો
હું તો કશું પણ નથી જગમાં એવો
જેવો હું ખુદને સમજી બની રહ્યો
પીડા ને તૃષ્ણા મારી નથી કંઈ
જે પેલો ભિખારી પળે-પળ સહી રહ્યો
જે મોટી દુકાનો 'ને ગાડીઓ માં રખડે
એ દુઃખીયારો પણ મુજથી ચડિયાતો
હું તો ફકત એક રજકણ છું જગનું
જગમાં તો દુઃખનો સાગર વહી રહ્યો
રડી કે રડાવી ના ઓછું થશે તો
ભલે દાનમાં જો ઈશ્વર પણ દઈ દેય
હસીને સ્વીકારી લઈશું ધણી છે
કારણ વગર તો હરિ ના કશું દે'ય
એની શરણમાં જવા ઝંખવાની
મળી પ્રેરણા તો મંડ્યા પામવાને
સુગંધિત બનીને સવારો મળી 'ને
પવનની લહેરમાં બહારો મળી
નકામો ભટકતો રહ્યો આ જગતમાં
પણ નિખરતો રહ્યો ભટકતા ભટકતા