...

6 views

આપણે અંતે તો એક ઈતિહાસ

આપણે અંતે શું છીએ?

હા,આજે છે અને કાલે હતા
આવતી કાલ કોણે જોઈ?

ખરેખર આપણે ખાલીખમ આવ્યા હતા પણ ખાલીખમ નથી જતા.
લઈને જઈએ છે કર્મો નો ભારો.

યાદ કંઈ રહે કે ના રહે એટલું તો યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજ ની જેમ એક ઈતિહાસ જ થઈ જવાના

ભલે ને આપણે પુસ્તકો માં નહિ ચમકવાના.
પણ ઘર ની દીવાલો ને સુશોભિત કરી જવાના.

શાનો કરીએ છે અફસોસ કે અભિમાન
આપણે ખાલી જગ્યા પૂરી અને પૂરી જગ્યા ખાલી કરી જવાના.

સાચા ખોટા સવાલ જવાબ અને જોડકા જોડી જવાના

આપણે સવ માનવીઓ ભૂત - કાળ બની જવાના
જીદગી ની પાઠશાળા ના ઈતિહાસ માં
આપણે પાસ થઈ જવાના



© prachirav