...

3 views

ખંજર ચલાવી ગયાં
છેડીને વાત ફરેબની એ જખ્મો જગાવી ગયાં,
છુપાવ્યાં હતાં જે આંસુ એ બહાર આવી ગયાં.

કરીને વફાદારી અમે દીધું બલિદાન અરમાનોનું,
આવીને જિંદગીમાં તેઓ ખંજર ચલાવી ગયાં.

રોકાઈ જતે આ રાત શમણાંઓની સજાવટમાં,
બંધ થયેલાં પાંપણોને એ સજળ હલાવી ગયાં.

ના કરશો પ્રયાસ હસવાનો તંગ થયેલ સંબંધોમાં,
ડોકાયાં કરતાં રૂદનનનુ શ્વેત કફન પહેરાવી ગયાં.

વિરામ આપ હવે તું આરોપ લગાવવામાં 'ચાંદ',
પાંજરે પૂરાયેલાં દિલને ગળે ફાંસો લગાવી ગયાં
રીતેશ ક્રિશ્ચિયન ❤
-ચાંદ
© -ચાંદ