...

1 views

આવજો મારા નાથ

આવજો મારા નાથ,
આવજો મારા નાથ,
કૈલાશ વાળા વિનવું તમને,
આવજો મારા નાથ.

લાડકી ને જરૂર પડી છે આજ,
આવજો મારા નાથ,
લાડકી કરે છે સાદ,
કૈલાશ વાળા વિનવું તમને,
આવજો મારા નાથ.

નહીં આવો તો તમારી ભક્તિ લાજશે આજ,
ત્રિશૂળ વાળા વિનવું તમને,
ત્રિશૂળ ઊપાડો આજ,
આવજો મારા નાથ.

હું મધદરિયે ફસાઈ આવીને તારો આજ,
ડમરુ વાળા વિનવું તમને,
ભક્તિની તમે શક્તિ બતાવો,
કરી ડમરુ નો નાદ,
આવજો મારા નાથ.
© kalyani