...

0 views

જીવનગાથા
યાદ શહીદોની આજે મનથી વિસરાઈ છે
એમની જ લાશો પર ચાલી આઝાદી ઘરમાં આવી છે

દેશ જીવંત એ વીર સપૂતોની કુરબાની થકી છે
બલિદાન પર એમના રાષ્ટ્ર એ ગરદન ઝુકાવી છે

ડાઘ ગુલામીના ધોયા એ વીર એ ખુદના રક્ત થી
ત્યારે જઈને આપણા કપડાં પર સફેદી રંગ લાવી છે

જીવનમાં એમના પણ હતી ઘણી ખુશીઓ અપાર
દેશ કાજે નિર્ણય કર્યો છોડવાનો એ સુખી સંસાર

માઁ ના આંસુ, પત્ની અને બાળ, રોકી ના શક્યા ડગ કાંટાળ
ધરતીની સેવા કાજે વરણ કર્યું નિજ મસ્તક લઇ કર્યું પ્રયાણ

અમર શહીદોની પૂજા દરેક રાષ્ટ્ર્રની બનશે પરંપરા
ધન્ય એ માઁ ની કોખ જેના સપૂત થકી ધન્ય બની આ ધરા

પૂજ્યા ના ગયા આ વીર તો આ પંથ કોણ અપનાવશે?
તોપ ના મુખ પર છાતી રાખી ગોળી કયો સપૂત હવે ખાશે?

ચૂમી ફાંસીના ફંદાને મસ્તક મૌત આગળ કોણ ઝુકાવશે?
પૂજ્યા ના ગયા શહીદ તો આ બીજ કોણ ફરી વાવશે?

ધરતી માઁ કહી માટી એની મસ્તકે લગાવનાર દરેક વીર સપૂત
તુજ જીવનગાથા દેશની દરેક વ્યક્તિ દિલથી બિરદાવશે..

© Shagun