...

1 views

હે ત્રિપુરારી દર્શન આપો
જય હો તમારી હે ત્રિપુરારી,
હે ત્રિપુરારી ત્રિશૂળ ધારી,
આવીને તમે કષ્ટો કાપો,
હે ત્રિપુરારી દર્શન આપો.

ઉરમાં થોડી દયા તો લાવો,
લાડકડીને ના રડાવો,
હે ત્રિપુરારી હવે તો આવો,
આવી મુજને લાડ લડાવો.

એક તમે છો આધાર મારો,
નથી જગમાં કોઈ સહારો,
સંકટમાંથી આવી ઊગારો,
ભવસાગરથી પાર ઉતારો.

કાલી ઘેલી છે વાણી મારી,
વિનંતી કરે છે લાડકી તમારી,
ક્ષમા કરી દો મારા પાપો,
હે ત્રિપુરારી દર્શન આપો.
© kalyani