...

4 views

પ્રેમરસ ની આસ
જ્યાં જોઉં ત્યાં શ્યામલ પગલે રિસાઈ ને બેઠી છે ,રાધા ને માંગે છે વાંસલડી ના સૂર ની મીઠી ગુંજન.

જ્યાં વસે છે હ્રદય ધબકરમાં રામ નામની ધૂન, એવા અંજની ના લાડકવાયા હનુમંત દસે દિશા માં શોધ્યા કરે છે રામકથા ના રસપાન.

ભગત પ્રહલાદ રોજ બસે છે હોળીકા ની ગોદમાં,
અને નરસિંહ અવતાર તારે છે હજુ એ બાળ.

કેટલા અવતાર થી તારે છે ને પછી પાછું મારે છે પ્રેમરસ નું બાણ,

એક વાર માંગવું છે મારે પણ પ્રેમનું રસપાન,
નથી જોઈતા પારસમણિ ને નથી પામવી કામધેનુ,
પામવા છે વાહલા ના સહવાસ ને તેથી એ વધુ તેને પામવાની આસ.


© prachirav