...

17 views

વીરતા
સમરાંગણે ઈ એકલો,ધરણી ધ્રુજાવતો વીર જો,
નીકળ્યો હતો ઈ જગત જીતવા મોત બાંધી શિર જો.

કેડે ધરી કટાર છે,નથી હારવાના મોડ જો,
હાથે ધરી આ ખડગ ખોળિયું,વસુંધરા તણા કોડ જો.

નથી હર માની તે હજારો પેરવી આ ટેવ છે,
નીકળ્યો છે ઈ સમરણે,અને કાજ તો મહાદેવ છે.

નથી વ્હાલું એમને વિત્ત તો,અમર અંબાર એ તસવીર છે,
વસુંધરા ને સબળ વ્હાલા મોંઘેરા આ વીર છે.

નમે તને સંસાર સઘળો,રાખ્યો સમરે રંગ જો,
કેમ કરી વિસરાય એમને અજબ તારો ઉમંગ જો.