ચૂર થઈને બેઠાં
પાસે હતાં એ આજે દૂર થઈને બેઠાં,
મારા સપનાં ચકનાચૂર થઈને બેઠાં.
કર્યું સાહસ એમની સાથે જીવવાનું,
જરા જીવીને પછી મશહૂર થઈને બેઠાં.
મળવું છે એમને સાવ આમ બનીને,
મળવા ટાણે આકાશી હૂર થઈને બેઠાં.
આમ તો લાગે એકલાં અટૂલા બધાં,
અંદરથી તો સૌ ભરપૂર થઈને બેઠાં.
દેખાય છે અમને 'ચાંદ' ધરતી ઉપર,
જુઓ અમેય નશામાં ચૂર થઈને બેઠાં.
રીતેશ ક્રિશ્ચિયન
-ચાંદ
© चाँद
મારા સપનાં ચકનાચૂર થઈને બેઠાં.
કર્યું સાહસ એમની સાથે જીવવાનું,
જરા જીવીને પછી મશહૂર થઈને બેઠાં.
મળવું છે એમને સાવ આમ બનીને,
મળવા ટાણે આકાશી હૂર થઈને બેઠાં.
આમ તો લાગે એકલાં અટૂલા બધાં,
અંદરથી તો સૌ ભરપૂર થઈને બેઠાં.
દેખાય છે અમને 'ચાંદ' ધરતી ઉપર,
જુઓ અમેય નશામાં ચૂર થઈને બેઠાં.
રીતેશ ક્રિશ્ચિયન
-ચાંદ
© चाँद