...

1 views

એનું શું?
વિતેલી પળો તને સતાવશે એનું શું?
આંસું બની તને રડાવશે એનું શું?

અજાણ છે તું જગતના પ્રપંચોથી,
ખંજર ભોંકી તને હસાવશે એનું શું?

ના કર લગાવ ઓ ભોળા દિલ એનો,
વિખૂટા પડી ઝૂરાપો કરાવશે એનું શું?

ફગાવી દે આ વેશ બધાં મુફલિસીના,
મજનૂ નામે ઠેકડી ઉડાવશે એનું શું?

છોડી દે બધાં સંબંધો આ સ્વાર્થના,
આગ ચાંપી તને જલાવશે એનું શું?

મૂકીશ ના પગ આ ભીની માટી પર, ચાંદ',
પ્રેમની ભીનાશ તને ફસાવશે એનું શું?
રીતેશ ક્રિશ્ચિયન
© चाँद