ખેડૂતની વેદના
તમારી નજરમાં ભલે હશું મેલા- ઘેલા અમે,
કપડાથી લઘર-વઘરને, શરીરે ધૂળથી ખરડાયેલા.
પણ આખી જિંદગી રેતીમાં રમી તો જુવો,
ખેતી કરીને અનાજ પેદા કરી તો જુવો.
એક- બે ઢાળીયાને પાળી બાંધી તો જુવો,
રાત્રીના અંધકારમાં પાણી વાળી તો જુવો.
એકાદ વિઘો ગાર, ઘવું, બાજરી વાઢી તો જુવો,
છાણીયા ખાતરને ખેતરમાં જાતે નાખી તો જુવો.
એકાદ સીઝન ખેતી તમે કરી તો જુવો,
ઢાંઢ, તડકાં,વરસાદને તમે વેઠી તો જુવો.
મરચું ને રોટલો ખાઈ દા'ડા ઘાઢી તો જુવો,
ખેડૂતની વેદના એકવાર સહી તો જુવો.
© ashvin chaudhary
કપડાથી લઘર-વઘરને, શરીરે ધૂળથી ખરડાયેલા.
પણ આખી જિંદગી રેતીમાં રમી તો જુવો,
ખેતી કરીને અનાજ પેદા કરી તો જુવો.
એક- બે ઢાળીયાને પાળી બાંધી તો જુવો,
રાત્રીના અંધકારમાં પાણી વાળી તો જુવો.
એકાદ વિઘો ગાર, ઘવું, બાજરી વાઢી તો જુવો,
છાણીયા ખાતરને ખેતરમાં જાતે નાખી તો જુવો.
એકાદ સીઝન ખેતી તમે કરી તો જુવો,
ઢાંઢ, તડકાં,વરસાદને તમે વેઠી તો જુવો.
મરચું ને રોટલો ખાઈ દા'ડા ઘાઢી તો જુવો,
ખેડૂતની વેદના એકવાર સહી તો જુવો.
© ashvin chaudhary