...

4 views

"મારી કવિતા"
હું છું કલમ, ને એની શ્યાહી એટલે તું,
હું છું ગઝલ, ને એના શબ્દો એટલે તું...

હું છું નયન, ને એનું કાજળ એટલે તું,
હું છું અધર, ને એની લાલી એટલે તું...

હું છું શબ્દો, ને એની લાગણી એટલે તું,
હું છું કાગળ, ને એની કવિતા એટલે તું...

હું છું પૂનમ, ને એની ચાંદની એટલે તું,
હું છું સાગર, ને એની સરિતા એટલે તું...

સમાવું છે તુજમાં, મારું અસ્તિત્વ જ તું,
શાને રહું હું "નિષ્પક્ષ", મારા જ પક્ષે તું...

- "નિષ્પક્ષ"