જોઈએ...
તરહી ગઝલ મુશાયરા માટે:
ગઝલ :- જોઈએ...
-------------------------------------
આ કહાનીને દિશા સાચી મળેલી જોઈએ...
જિંદગીને ચાલને પાછી ઉકેલી જોઈએ...
શબ્દ જોને લડખડે છે આપને જોતા બધા,
આંખથી આ આંખમાં વાતો થયેલી જોઈએ...
એ અદબથી ઝાંઝરીઓ ચાલ એની ચાલતી,
એ હ્રદયના ભાગમાં જગ્યા કરેલી જોઈએ...
ને પછી શું મુશ્કુરાહટ પર તમારું મોહવું,
ને જવાબે આપની હાંસી ફરેલી જોઈએ...
બોલતાં ટીખળ કરે છે આ અદાઓ આપની,
ને અમારા નામથી નજરો નમેલી જોઈએ...
માત્ર મારા સ્મૃતિમાં પડ્યું રહે ચાલે નહીં,
આપણી એ વાત હૈયામાં ધરેલી જોઈએ...
છે સહારો યાદનો બસ આપને રહ્યો 'ક્ષિતિજ',
આંખ એ પણ અશ્રુથી બાઝી ગયેલી જોઈએ...
✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
M.Sc. Physics M. Phil.
સુરેન્દ્રનગર, ગુજરાત
૭૮૭૮૩૬૦૦૨૫
ગઝલ :- જોઈએ...
-------------------------------------
આ કહાનીને દિશા સાચી મળેલી જોઈએ...
જિંદગીને ચાલને પાછી ઉકેલી જોઈએ...
શબ્દ જોને લડખડે છે આપને જોતા બધા,
આંખથી આ આંખમાં વાતો થયેલી જોઈએ...
એ અદબથી ઝાંઝરીઓ ચાલ એની ચાલતી,
એ હ્રદયના ભાગમાં જગ્યા કરેલી જોઈએ...
ને પછી શું મુશ્કુરાહટ પર તમારું મોહવું,
ને જવાબે આપની હાંસી ફરેલી જોઈએ...
બોલતાં ટીખળ કરે છે આ અદાઓ આપની,
ને અમારા નામથી નજરો નમેલી જોઈએ...
માત્ર મારા સ્મૃતિમાં પડ્યું રહે ચાલે નહીં,
આપણી એ વાત હૈયામાં ધરેલી જોઈએ...
છે સહારો યાદનો બસ આપને રહ્યો 'ક્ષિતિજ',
આંખ એ પણ અશ્રુથી બાઝી ગયેલી જોઈએ...
✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
M.Sc. Physics M. Phil.
સુરેન્દ્રનગર, ગુજરાત
૭૮૭૮૩૬૦૦૨૫