...

15 views

પથરાળ માણસાઈ🎭
પથ્થર એ પથ્થર ને કહ્યું તુ પથ્થર જેવો છે,
એક વાર ટુકડે વહેંચાઇશ તુ પથ્થર જેવો છે.

ભોંયરા થી ભીંત સુધી ચણાઈશ તુ પથ્થર જેવો છે,
ભૂકંપ માં ભુક્કો થઈ જઈશ તુ પથ્થર જેવો છે.

હથોડી ને છીણી થી ઘવાઈશ તુ પથ્થર જેવો છે,
મંદિર માં થઈ મૂરત પૂજાઈશ તુ પથ્થર જેવો છે.

કોઈ સરોવર ની પાળે બંધાઈશ તુ પથ્થર જેવો છે,
ધીંગાણે પાળિયો કહેવાઈશ તુ પથ્થર જેવો છે.

કોઈ ડુંગર ની ટોચે લટકાઈશ તુ પથ્થર જેવો છે,
પછી વાયરા ના ઝાપટે રગડાઈશ તુ પથ્થર જેવો છે.

મહેલો ના શણગારે વહેંચાઇશ તુ પથ્થર જેવો છે,
છેવટ માં માટી થઈ જઈશ તુ પથ્થર જેવો છે.

© ChiragRao Kaviraj

#Feelings #stone #humanity #phylosophy #writco #gujarati @ChiragRao