...

1 views

કરી લીધી
સગી આંખો સાથે દુશ્મની અમે કરી લીધી,
ભૂલ એના સપના જોવાની અમે કરી લીધી.

વિતાવી છે કેટલી રાતો પાસા ફરી ફરીને,
નિરાંત જીવનની કેવી દોહ્યલી અમે કરી લીધી.

જતી હતી પૂરપાટ ગાડી જીવનની રસ્તા પર,
નાંખી પ્રેમના ખાડે બળદગાડી અમે કરી લીધી.

હતું દિલ વાકેફ એકમાત્ર મારા જ હૂકમોથી,
સ્વીકારી ઈશારા એમના ગુલામી અમે કરી લીધી.

બધે છે હાલ આવો જ પ્રેમના નગરમાં 'ચાંદ',
છોડી અહમ ખુદનો શરણાગતિ અમે કરી લીધી.
રીતેશ ક્રિશ્ચિયન
-©ચાંદ
© -ચાંદ