...

8 views

એક નેતા મળ્યા
ચૂંટણી પ્રચાર કરતા એક નેતા મળ્યા,
દેશના ઉધ્ધાર એવા એક પ્રણેતા મળ્યા.

હતા થોડા શ્યામજી ડિલે અને દિલે,
માઈક આગળ આવે ને પછી ખીલે.

દેશમાં લગાવ્યું ભ્રષ્ટાચારનું જેમણે છીંડું,
ભણતરના માથે નિરક્ષરતાનું કાળુ મીડું.

લૂંટી જનતાને કરતાં તાગડધિન્ના બધા,
ત્રાહિમામ પોકારી થયા'તા ખિન્ના બધા.

ચલો સૌ એક થઈ સત્યને જીતાડીએ,
બટન દબાવી લોકશાહીને વધાવીએ.
રીતેશ ક્રિશ્ચિયન
© -ચાંદ