...

2 views

કસુંબીનો રંગ
ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (9th march 1947) નિમિત્તે શ્રદ્ધાંજલિ..

સર્વ રંગ લાગ્યા ગાલે પણ ઉતર્યોના હૈયેથી કસુંબીનો રંગ,
દેશ કાજે ન્યોછાવર આ દલડું સળગે દિલે માતૃભૂમિનો રંગ.

સરહદે ઉભા સૈનિકો આપવાને લોકજણને રક્ષાનું કવચ
ચહેરા પર ઝલકે એ જવાનના આજે વીર બલિદાનનો રંગ.

જનનીના ખોળે રમતું બાળક ભૂલી આખીયે દુનિયાનું ભાન
મમતા વાત્સલ્ય છલકાય ત્યારે ભળે એમાં માતૃપ્રેમનો રંગ.

ધરા ઓઢે હરિયાળીની ચાદર પ્રકૃતિ લાવણ્ય રંગે રંગાય
જોઈ અલૌકિક દ્રશ્ય કિસાનના ચહેરે વર્તાય સંતોષનો રંગ.

ગરીબ કંગાળ દિનદુઃખીયાના ચહેરે છવાય ખુશી અપાર
મનમાં ઉદભવે શાંતિ ને છવાય ત્યારે આંતર તૃપ્તિનો રંગ.

© Shagun