...

2 views

સપનું
સપનું

પહેર્યા ચશ્મા કાળા કાળા
આંખે અંધારા કાજલ કાળા

ચશ્મા પહેરી કરી વેધક દ્રષ્ટિ
સ્વપ્નમાં આવી એક કાળી પરી

પરી કાંઈ આવી દેખાય!

ચશ્મા કાઢીને કરી ફરી દ્રષ્ટિ
સામે ઉભી હતી એક સુંદર પરી

પરી એ પહેર્યા હતા મોટા ગોગલ્સ
ગોગલ્સ પહેરીને ક્યાં દ્રષ્ટિ કરતી!

આંખો ચોળીને જોઈ એ પરી
સ્વપ્નમાં એને વિફરતા જોઈ

આંખો ખોલતા તુટ્યું સપનું
કાંઈ જ નહોતું બસ,હતું એ સપનું

અડધી રાત્રે આવતા સ્વપ્ન
કોઈ ને આવે દિવસે દિવા સ્વપ્ન

કાળા ચશ્મા પહેરવા ના કદી
કાળું કાજલ લગાવો જલ્દી

આવું સપનું કદાચ બધાનું હોય
સપનામાં રહેવાનું મન થાતું!

સપનું તૂટે ત્યારે થાતું
કાશ સ્વપ્ન સાચું થાતું
-kaushik

© Kaush.D.