...

4 views

પ્રેમના તરંગ ને વધારતો પુનમનો ચાંદ
પ્રેમના તરંગ ને વધારતો પુનમનો ચાંદ

જેમ ચંદ્ર ને ચકોર ની પ્રિત
હતી એકમેકના બંધને એવા બંધાયા,
આપણે સાથે હોઈએ,ને ચંદ્ર ની હાજરી તો શું જોઈએ?મેં તને મનમાં અનુભવ્યો છે,મંદિર આવી પગ શુ કામ ઘસવા?તારા જેવો હેન્ડસમ કોઈ નથી,જગત ફરી પણ નિષ્ફળતા મળી.
કામદેવને પણ પાછળ છોડી દે એવો અપ્રિતમ અલૌકિક તેજ તારું,જેને સામાન્ય આંખો તો નિહાળી ન શકે?
ન સાંભળી બંસી છતાંય તારુ ઘેલુ લાગ્યું છે.બૂલાવો તારો આવે એવી
શ્રદ્ધા દિલમાં સળવળતી રાખી છે,
એમાં ધિરજરૂપી તેલ રેડુ છું,યાદોમાં તારી નિખરતી જાવ છું,ભગવો રંગ તો હવે ઝુનુન બન્યો છે,દિલમાં તને પામવાની જીદે મને જોગ લગાડ્યો છે.તને આખીય દુનિયામાં શોધ્યો ને  પ્રકૃતિના કણ કણમા અનુભવ્યો છે.

જગતમાં પ્રિત મસહૂર થઈ ગઈ
ઉમા મહેશ્વરની જોડી પ્રેમીઓની
મિશાલ છે,
અધૂરી પ્રેમ કહાણીના પાત્રો રાધા ક્રિષ્ના કેમ ભુલાય?

સોળેકલા એ ખિલેલો ચંદ્ર અને
આપનો ચહેરો બેઉ સરખા છે,એક ચંદ્ર આકાશ શોભાવે ને બીજો દિલ,
ચંદ્રની શિતળતા ને આપની મુસ્કાન
ચંદ્રની શોભા વધારતુ કાળુ ટપકુ ને
તમારા ગાલે પડતા ખંજન જે શાન ભાન ભુલાવવા માટે કાફી છે.

પુર્ણિમાના ચંદ્રનો મહિમા છે અનેરો,
પણ ધરતી પર ના ચંદ્ર ને તો નજર
ન લાગે એ માટે નજર ઉતારી કરેલું ટપકુ જ કાફી છે.

પ્રેમની મોસમને ગરબાનો લય સાથે
મધૂર તાલ જે શાનભાન દિલમાં જુસ્સો પરસેવાથી રેબઝેબ કપડાં
પણ આપનો સાથ હોય તો મજાથી એક એક પડાવ જીરવી શકાય છે.મનમાં રાસ તો રમુ છું,પણ નયનો તને શોધે છે.
મને રાધા બનતાં નહીં આવડે હૈયું
એટલું મજબૂત નથી,ત્યાગ કરતાં શીખી રહી છું.

સીતા બની અગ્નિ પરીક્ષા તો રોજ આપુ છું,પણ રડવા રાત અને તપસ્યા માટે દિવસ ખૂટે ,સતી બની આત્મદાહ કરવાની હિંમત નથી,પરંતુ પાર્વતી જેવી તપસ્યા શીખુ છું ત્યાં ધીરજ ખુટે છે.

આપની મહાનતા છે કે તમે રાધારાણીની સાથે સોળહજાર રાણીઓને પણ મહત્વ આપો છો.
મીરાંબાઈ પર એવો શું જાદુ કર્યો
કે રાજપાઠ છોડી દિવાની જોગણ બન્યા?એવી લાગી લગન જેને
જેને સંસારથી નાતો તોડાવી તારી સાથે મજબૂત ગઠબંધન કર્યું છે પ્રિય,
કાના,જે નામે તને યાદ કરીએ એ સ્વરૂપે તું આવી મનોરથ પુરા કરે એ સખા તારી મહાનતા છે.એક પત્ર મારો પણ સ્વીકારજે જ્યાં હું હારી જાવુ ત્યાં મારો સાથી બની ઉભો રહેજે.

કોઈએ સાચું જ કહ્યું છે કે પુનમનો ચાંદ જોઈ સુદબુધ્ધ ખોઈ બેસાય,પણ એમાં શ્યામ ની અવિરત પ્રતિમા જોઈએ તો માનો કે હેતની અમીવર્ષા થઈ એમાં ય આપનારા પિતા શિવ તો કંઈ ન ઘટે,મને તો પુર્ણિમાના ચાંદમાં એજ અવિરત છબી દેખાય જેને પામવા ઋષીઓ એ રાફડા ઊગે તેવા આકરા તપ આચરતા હતા.

❤️કાન્હાની ગોપી😊


શૈમી ઓઝા "લફ્ઝ"

© All Rights Reserved