...

3 views

બાળપણ
એ બાળપણ ની પણ અલગ મજા હતી
કોઇ સંતાય તો ગોતી લેવા ની પણ મજા હતી
.
ના હોય ખીચ્છામાં રૂપિયા તોય રોજ, મોજ હતી
ના હોય લાઈટ તોય અંધારા ની પણ મજા હતી
.
કિટ્ટી થી બોલવાનું બંધ અને બુચ્છા થી સમાધાન થતું
રિસાવાનું પણ સવાર થી બપોર સુધીજ હતું
.
બા પાલવ ના છેવાડે બાંધેલ રૂપિયો આપતી
એ મજા આજનું ATM પણ નથી આપતુ
.
નાના નાના પગ ને બઉ દુર જવાની ખ્વાઈશ નહોતી
એટલેજ બાળપણ ની પણ અલગ મજા હતી
© All Rights Reserved