...

3 views

એક અરજ મહાદેવ ને...
જટાઓ માં જ્વાળા
છાતી પર ધરા નો ભાર,

પગ આકાશ થી ઉચ્ચા
પેટ એ બ્રહ્માંડ નો આધાર,

હાથમાં ડમરુ વિશાળ
ગળામાં સર્પો નો શૃંગાર,

લઈ ને ત્રિશૂળ ત્રિકાળ
લટાર મારો તમે ચારોપોર,

વેદો ગાય તમારા ગુણગાન તમને વંદન અપરંપાર,

તમારા વગર ના આ જગ નો ઉધ્ધાર
તમે ભય ને તમે ભય થી ઉગારનાર,

તમને રીઝવવા કરું હું કાલાવાલા અપાર,

કરો તમે દયા ને રોકો આ નરસંહાર
હું કરું ભક્તિ શિવ શક્તિની,

બનો આ મહામારી નો કાળ
બસ અરજ આટલી મહાકાળ...


© prachirav