...

2 views

જલાવી રાખી છે
તમારા આગમને ઓરડી સજાવી રાખી છે,
મળ્યો ના દિવો તેથી જાત જલાવી રાખી છે.

આવશો તમે એની ખાતરી છે ભોળા દિલને,
આંગણે અમે નાની પાલખી મંગાવી રાખી છે.

જાણું છું ગમે છે બધાં રંગોની ભાત તમને,
જુઓને હાથમાંય રંગોળી બનાવી રાખી છે.

મશહૂર થઈ જાશું તમારી સાથે થોડાં ઘણાં,
તેથી જ સ્તો નાની અફવા ફેલાવી રાખી છે.

મળી જાય મુકામ અચાનક આ કોરા મારગે,
ગાડી જિંદગીની એકધારી ચલાવી રાખી છે.

થાશે ચપટીભરમાં રાખ આ સજાવેલી મેડી,
અંદરથી આગ એવી કાયમ પેટાવી રાખી છે.
રીતેશ ક્રિશ્ચિયન
@ચાંદ
© चाँद