...

0 views

પ્રભુ ની કરુણા
હે કરૂણાના કરનાર!
પ્રભુવર કરૂણાના કરનાર!
તારી કરુણા વરસે અનરાધાર
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર દુનિયા ડામાડોળ
પ્રભુ તારી કરુણા મીઠી આશ
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર હોય દાવા દુઃખનો
તારી કરુણા શીતળ જળ છંટકાવ
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર તડકે બળે દુનિયા
તારી કરુણા શીતળ વૃક્ષની છાવ
પ્રભુવર તારી કરુણા અનરાધાર

જ્યારે ચારેકોર રોગના ગભરાટ
તારી કરુણા એક ઔષધ રામબાણ
પ્રભુવર તારી કરુણા અનરાધાર

કરુણાસાગર કૃપા કરોને
હવે વરસો અનરાધાર અમ ઉપર
પ્રભુવર તારી કરુણા અનરાધાર