...

6 views

એક ચક્કર અંદર ની તરફ
તારી નઝર છે બધા પર
એક વાર તારી અંદર તો જો,
ગણે છે બધાના અવગુણ
તારો એક પણ અવગુણ
પારખી તો જો,
છે તારા માં પણ અપાર શક્તિઓ
એકાદ શક્તિ ને પણ સ્પર્શ કરી તો જો,
એજ શક્તિ તારી તાકાત બનશે
પોતાની અંદર એક ચક્કર મારી ને તો જો.