...

4 views

તું અને તું જ ..
આંસુ ના પ્રતિબિંબ પડે એવું દર્પણ છે તું ,
કાંઈ બોલ્યા વગ૨ સમજે એવું સગપણ છે તું ...

ભલે લોકો કહે અમે પ્રેમ કરીએ છીએ ,
પણ આંખોની ભાષા સમજે એવો પ્રેમી છે તું ...

તારા વગર જીવવું મુશ્કેલ છે જાણું છું હું ,
મારી દરેક મુશ્કેલીમાં મારી સાથે છે તું ...

જીંદગીની દરેક ક્ષણે જ્યારે હું એકલી પડી ,
એ દરેક પળે મારી હિંમત બની મારી સાથે ઉભો છે તું ...

ભલે આપણે હોઈએ એકબીજાથી દૂર ગમે તેટલા ,
પણ જ્યારે આંખ બંધ કરું ત્યારે મારી સમીપ છે તું ...

તારી યાદ આવતાં રડી પડે છે આ આંખો ત્યારે ,
આંખમાંથી નીકળતાં અશ્રુના બિંદુ છે તું ...

આજ સુધી આ હોઠો ૫૨ મુસ્કાન નહોતી જાણું છું ,
આજે જુઓ તો એ હાસ્યનું કારણ પણ છે તું ...

તુજ વગરની જીંદગીની કલ્પના પણ છે અધૂરી ,
એ અધૂરી કલ્પનાની પૂર્ણતામાં પણ છે તું અને તું …

વરસતા વરસાદમાં ભીંજાતા કયારે યાદ કરું છું એ પળોને ,
ત્યારે એ પળોમાં એ યાદોમાં મારી સાથે ભીંજાય છે તું ...

બંધનોમાં બંધાઈને તો સૌ કોઈ સાથ નિભાવે છે ,
વગર બંધને સાથ નિભાવનારો એકમાત્ર હમસફર છે તું ...

સાતેય વચન નિભાવ્યા છે તે આજે હું વચનથી બંધાઉં છું ,
જીંદગીની છેલ્લી ઘડીએ પણ ધડકન બની ધડકતો હોઈશ .. તું અને તું જ ...

મારા દિલમાં , મારા અંતરમાં અને મારા શ્વાસમાં ...

© Shagun