...

3 views

દ્રષ્ટિ ભીતરની
શું ગુમાવ્યું શું પામ્યું જગમાં
મળ્યા ને જુદા થયાં પળમાં
નથી કોઈ શિકાયત કોઈ થી
ભલે છલાવો થયો પગ પગમાં
એક દ્રષ્ટિ ભીતરમાં નાખીએ
યાદોની પોટલીમાંથી શીખ કાઢીએ

ધરા લાખો વર્ષ પુરાણી
જીવન એક અનંત કહાની
અજ્ઞાનતા જયારે મન પર છવાણી
ભીતરની દ્રષ્ટિ હંમેશા ખોવાણી
મનની પોતાની છે સીમાઓ
ભલે મુખ બોલે કડવી મીઠી વાણી

અંતિમ દસ્તક પર દરવાજા ખુલે
જન્મ મરણના અવિરત ફેરા ટળે
જીવનમાં અંધકારનો છવાયો ડેરો
આજે ધૂપ ખીલી કાલે છાંવનો ફેરો
અંધકાર ઉજાસ સીમિત મન થકી
ભીતરની દ્રષ્ટિનો દ્વાર માત્ર ભીતર થકી

© Shagun