...

3 views

માતૃભાષા વંદના
લાગણીને કાગળ પર કંડારી, હું ગઝલ કહું છું,
આજે મારી માતૃભાષાને, હું વંદન કરું છું.....

છે મારી માતૃભાષામાં, એક અનેરી મીઠાશ,
જેના થકી ખારા નમકને પણ, હું મીઠું કહું છું.....

વૈભવ જો જાણવો હોય, માતૃભાષાનો તો જાણો,
વિદાય લેતા માણસને પણ, પ્રેમથી આવજો કહું છું.....

"નિષ્પક્ષ"
તા. ૨૧-૦૨-૨૦૨૨
© All Rights Reserved