...

1 views

પ્રેમ
હે તારા પ્રેમ ની છે આજે વાત નવી ,
તારી યાદો ની હવે રાહ છે ઘણી નવી ,
મેતો જોયા કરું છું તારા સ્વપન હજાર ,
તારા વિના આ જિંદગી નો મોળો કંસાર ,

તારી યાદો નો સુરજ હવે બનીને આવીશ ,
તારા ધડકતા દિલ નો હવે છાંયડો બનીશ ,
તારા પૂનમ ના ચાંદ જેવા છે શીતળ સ્વપન ,
તારા સ્વપન માં ચાંદની નો પડછાયો બનીશ ,

દિલ મારુ પૂછે હવે છે તારી રડતી આંખો ને ,
તારા આંસુ ના ટીપે છે હવે આ પ્રેમ નો સાગર ,
તારા પ્રેમ ના સાગર માં રહ્યો હું નાવિક એકલો ,
તારા જીવન ની હોડી નો હું આસિયારો એકલો ,

શ્વાસો ના વિશ્વાસ ની આવી રમત છે અનોખી ,
આ રમત ના શ્વાસો માં હું તારો સાથી એકલો ,
પ્રેમ ની આ તકલીફ ને વાત છે કેવી એ મજાની ,
ધડકતી યાદો માં હવે આ જિંદગી છે મજાની ,

જોયા કર્યા છે હવે જિંદગીના અનોખા છે ખેલ ,
કોઈના આંસુએ રમેં તો કોઈ લોહીથી હવે રમે ,
કોઈ જિંદગી રમે તો કોઈ વિશ્વાસ છે આ રમે ,
જીવનની છે યાદો તારી મારી ધડકતા દિલથી રમે.


© All Rights Reserved