...

4 views

બ્રેકઅપ બ્રેકઅપ રમીએ
"બ્રેકઅપ બ્રેકઅપ રમીએ"


ચાલો બ્રેકઅપ બ્રેકઅપ રમીએ
ના તૂટે દિલના તાર
જોડવા એને કહીએ
ચાલો બ્રેકઅપ બ્રેકઅપ રમીએ

નાની અમથી વાતમાં
આપણે રિસાઈ જઈએ
મારી કિટ્ટા તારી કિટ્ટા
આજે આપણે રમીએ
ચાલો બ્રેકઅપ બ્રેકઅપ રમીએ

કેટલું ખોટું કરીએ છીએ
એ આપણે તો જાણીએ
આપણા ગમતા સાથે
ખોટું ખોટું ઝઘડીએ
ચાલો બ્રેકઅપ બ્રેકઅપ રમીએ

રમતા શીખો તો જાણતા પણ શીખો
આપણા ગમતાને આપણે ગમતા શીખો

નથી રમશું મારે એવું
સાથે બેસીને જમીએ
હળીમળીને સોલ્વ કરીએ
છે તારે કોઈ પ્રશ્નો?
આતો નાની અમથી વાતમાં
ગલતફહેમીમાં ના રહીએ

ચાલો આપણે સંપીને રહીએ

જીવનભરના સાથને
કાયમ જ ટકાવીએ
એકબીજાને ગમતા
ગમતાને મસ્તીમાં કહીએ

ચાલો આપણે પેચઅપ કરતા શીખીએ
આપણા ઈગોને બાજુ પર મુકીએ

નથી ગાવા મારે આ બ્રેકઅપના ગીતો

સારા વિચારો સાથે
હકારાત્મક જીવન જીવીએ...
- કૌશિક દવે