...

4 views

કેમ ચાલશે!!!
હજી તો ચાલવાની શરુઆત કરી ને મુશ્કેલી આવી,
મુશ્કેલીને ઉકેલી આગળ નહિ જાય તો કેમ ચાલશે!!!
આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે!!

સપનું જો મળી ગયું તો બાકી બધું પણ મળી જશે,
સમયે ડીલિવરી થાય તે પહેલાં જ ઓર્ડર કેન્સલ કરીશ, તો કેમ ચાલશે!!!
આમ ધીરજ ગુમાવી દઇશ તો કેમ ચાલશે!!

બધું જ છુટી ગયું છતાં તેઓએ શ્રદ્ધા નહોતી છોડી,
એમની પાસેથી પ્રેરણા લેવાનું છોડી દઈ શંકા કરીશ, તો કેમ ચાલશે!!!
આમ વિશ્વાસ ડગવા દઇશ તો કેમ ચાલશે!!

નિષ્ફળતા તો છે જ સફળતાની ચાવી,
ચાવીથી જ ડરીને તું જ તાળું બંધ રાખીશ, તો કેમ ચાલશે?
આમ પ્રયત્ન છોડી દઇશ તો કેમ ચાલશે!!!

ચાલતા ચાલતા તો પડી આખડીશ, ડરીશ અને ડગીશ પણ,
પણ સફળતાના જ આ મારગે ઊભો જ રહી જઈશ, તો કેમ ચાલશે?
આમ વિષાદ ભરેલા વિચારોમાં અટવાઈશ, તો કેમ ચાલશે!!!



© hitesh kanubhai shukla