...

1 views

પહેલી ને કોયડો
પહેલી કે કોયડો બન્ને રમતા હતા.
જીવન સાગર માં બન્ને તરતા હતા.

કોઈ કહે જીવન છે મજધાર તો કહે કોઈ આ છે સાગર ના ધોધમાર મોજા.

પહેલી કે કોયડો હસ્યા કરતાં હતા.
જીવન અને સવારે કલરવ કરતાં હતાં.

કોઈ કહે આ છે જીવન આરંભ થવાનું
કહે કોઈ આ છે જીવન અસ્ત થવાનું

પહેલી કે કોયડો આરામ કરતા હતા
બપોર ટાણે આડા પડ્યા કરતા હતા

કોઈ આ છે જીવન ને એનું મધ્યાહન કહે કોઈ છે આ જીવન થાક્યા કરવાનું.

પહેલી કે કોયડો સાજસરવતા હતા.
સાંજ ટાણે ગપ્પા કરતા હતા.

કોઈ કહે આ છે જીવન એશ ના એશી દસકા થયા છે.
ઉકેલ ની ઉંમરે ઉભારકા ઉપડ્યા છે.

ને પછી પહેલી અને કોયડો ઉકલી ગયા
રાત ટાણે એ તો વેરાઈ ગયા.

કોઈ કહે આ છે જીવન પુરું થવાનું.
કહે છે કોઈ પુરું થઈ ને પછી ફરી ફરી ઉગવાનું...





© prachirav