...

0 views

મીરાં ની પ્રીત
MEERA, A TRUE LOVER

મીરાં ની પ્રીત

" ન વાત, ન ચિત, આવિ રીતે, શીદ રિસાઈ ગયો છે તું, ઓ મારા જન્મો જનમનાં મીત, ઓ મારા મનમીત

ન ચીઠ્ઠી, ન કોઇ પત્ર; અરે સ્વપ્નોમાં પણ દર્શન નહિં; શું આવિ જ રીતે, કરે છે કોઇ પ્રીત???

તો પછી, મારે શું સમજવું? આમ તો કહે છે લોકો, પ્રીત ની સદા થાય છે જીત!

મદમસ્ત બનીને, નિત્ય ગાતાં હોય છે પ્રેમી પંખીડાંઓ, પ્રેમી યુગળો, પ્રીતનાં મીઠાં ગીત.

અને તું! કદીક તો આવીને, ક્યારેક તો આવીને, કંઈક તો આવીને કહે કાનોમાં, ઓ મનમિત.

રાધિકાને તડપાવી, મીરાંને રડાવી રડાવી, બનાવી બાવરી તુજ પ્રીતમાં, તું કેવો છે, અને ક્યાંનો દિલજીત?

કાન્હા, શું તને સ્વીકાર છે તારી- મારી બદનામી? શું આમાં છે થોડુંક બિ, આપણું હિત?

ભૂલી જાઉં છું કે તું તો છે બધાંનો, સકળ જગનો; પછી વાંક ક્યાં છે તારો? કદાચ પ્રીતમ, મેં જ એકલીએ કરી છે પ્રીત!"

Armin Dutia Motashaw