...

2 views

યાર હવે પ્રેમ કરો
યાર ...હવે પ્રેમ કરો

પ્રેમની ૠતુ આવી .
વસંત રુપી પંચમી આવી.
પશ્ચિમ નો 'VALENTINE' લાવી.
યાર ...હવે પ્રેમ કરો.

ફાગણિયું ફાંગ, વસંત ની બહાર.
પલ્લવિત સૌદર્ય, કેસુડાની મહેક.
અલૌકિક આ વસુધા માં.
યાર ...હવે પ્રેમ કરો.

બાળ, યૌવન, ગરીબ, તવંગર
કોઈતો કંદર્પ બની પધારો.
કેસરિયા આ ઉપવન માં.
"વિભા" તમારી ઉંબરે ઊભી.
યાર ...હવે પ્રેમ કરો.

વ્હાલમ્ !બની ભલે મહાલો.
વક્રદૃષ્ટિએ ન નીહાળો.
માનવ તારી ગરીમા ને કાજે
ગુલશન માં બસ પ્રેમ વ્હાવો.
યાર ...હવે પ્રેમ કરો.

પ્રિયતમ! તમને એક અરજ
ફાની આ દુનિયા માં
નિર્દોષતા નો પ્રેમ કરો.
ક્ષણભંગુર આવેગ નહીં.
શૈશવ કેરો પ્રેમ કરો.
યાર ...હવે પ્રેમ કરો.

મધુકર! ચાહ એવી મારી હવે
બાળ ફટુડુ,યૌવન પ્રફુલ્લિત,
વૃદ્ધ પારંગત સૌ મળી
અનંત સૂધી નિજાનંદ બની મદમસ્ત રહો.
યાર ...હવે પ્રેમ કરો.

- Parul M Patel© Parul Patel