...

3 views

પ્રેમ
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
         વસમાં ના રમતા ,
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
          રિસાણા ના કરતા ,
તારા વિશ્વાસ ના શ્વાસે રાજ ,
       હવે હું તો બંધાયો ,
તારી આ પ્રેમની છે યાદોમાં રાજ  ,
        દિલ થી હું બંધાયો ,...............(1)

પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
       યાદો માં ના રમતા ,
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
       આંસું માં ના રમતા ,
તારા જીવનના સ્વપનમાં રાજ,
       હવે હું તો બંધાયો ,    
તારા જીવન ના વચનમાં રાજ ,
      દિલ થી હું બંધાયો ,...............( 2 )

પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
   વિશ્વાસ માં ના રમતા ,
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
    શ્વાસ માં ના રમતા ,
તારા જીવનના આ પ્રેમમાં રાજ ,
     હવે હુ તો બંધાયો ,
તારા જીવનની આ રાતોમાં રાજ ,
     દિલ થી હું બંધાયો ,...............( 3 )

પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
     દિલ માં ના રમતા ,
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
    મિલન માં ના રમતા ,
તારા જીવનની લાગણીમાં રાજ ,
     હવે હુ તો બંધાયો ,
તારા જીવનના સુખ દુઃખમાં રાજ ,
      દિલ થી હું બંધાયો ..................(4)

પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
    શબ્દોમાં ના રમતા ,
પ્રેમ ના આ ખેલ ગૌરી હવે ,
    સબંધોમાં ના રમતા ,
તારી જીવનની સપ્તપદી એ રાજ ,
      હવે હું તો બંધાયો ,
તારા જીવનના અંતિમ સમયમાં રાજ ,
       દિલ થી હું બંધાયો .......................(5)







       


© All Rights Reserved