...

5 views

કઈ ફરક નથી પડતો
*'કંઈ ફરક નથી પડતો'*

-એક સમય હતો,
તારી પરવાહ કરતો હતો,
હવે તો તું મરી પણ જાય ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
કે તને તુટીને પ્રેમ કરતો હતો,
હવે જો તું ખૂદ મહોબ્બત બનીને આવે ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તને મેસેજ પર મેસેજ કરતો હતો,
હવે તો તું ખુદ સામે આવેને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તને ખોવાથી ડરતો હતો,
હવે તો તું મારી માટે મરી પણ જાય ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તારી માટે આખી દુનિયા થી લડતો હતો,
હવે તો આખી દુનિયા તારી સામે મારી માટે લડે ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તારી એક જલક જોવા તારી ગલીઓ-ગલીઓ ફરતો હતો,
હવે તો તું ખુદ સામે આવીને ઉભી રહે ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તને માંગવા મંદિર, મસ્જિદ, ચર્ચ ફરતો હતો,
હવે તો તું ખુદ ભગવાન બની જાય ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
પાગલ બની ફરતો હતો તારી માટે,
હવે તો મારી માટે તું ખૂદ ગાંડી બને ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તારા એક સ્પર્શ થી શરીર ધ્રુજી ઉઠતુ હતું,
હવે તો તું આવીને ગળે વળગી રહે ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તારી સામે કોઈ જોવે ભી ને તોય જીવ બળી જતો તો,
હવે તો તું કોઈનો હાથ પકડીને ભી ચાલે ને, તોય
કંઈ ફરક નથી પડતો...

-એક સમય હતો,
તારી આંગળીએ એક કપો પણ વાગતો ને, તોય આંગળી મોઢા માં નાખી દેતો તો,
હવે તો તું ખુદ આખી કપાઈ જાય ને, તોય
કંઈ ફરક નથી પડતો...

આ બધું ઘણુ બધું લખ્યું,
અને ઘણાંય વાંચ્યુ,
જો આ બધામાં તું મારી શાયરી રોજ વાંચતી પણ હોય ને, તોય
કંઈ ફરક નથી પડતો...

પણ Thank You કહીશ તને,
કે તે મને છોડ્યો, કેમ કે,
જ્યારથી તે મને છોડ્યો,
ત્યારથી શાયરી મારી, ગીતો મારા, ગઝલો મારી, બધું જ મારું,
હા થોડોક દુઃખી તો છું, આ દુઃખ થી પણ મને યારી છે,
હા પેલા પણ લખતો હતો, હવે પણ લખું છું,
પેલા તારી માટે લખતો હતો,
હવે તારું લખું છું,
સાચું કઉ,

-એક સમય હતો,
જ્યારે હું ડરતો હતો કે મારી શયરી માં તને કોઈ ઓળખી નાં લે,
પણ હવે જો આ બધું લખવામા તું બદનામ પણ થાય ને, તોય
મને
કંઈ ફરક નથી પડતો...