#દાનવતા
સંસ્કારોથી શોભી ઊઠે તે સંસ્કૃતિ ને
પડે ભંગાણ પ્રકૃતિમાં તો સર્જાય વિકૃતિ !
ગુણ - ધર્મો બની પરિષ્કૃત-સંક્રાન્ત થાય સંસ્કારમાં,
અવગણેલા અવગુણો ટોળેવળી બનાવે માનવ ને નગુણો.
નકારાત્મક - હેય વિચારો સ્વભાવ માં
થઈ ઘનિભૂત રચે વમળો વિકૃતિ તણા !
અરે હિનતાબોધ જ સર્વત્ર વેચાય છે
શિસ્ત, સંયમ, નીતિ ને સંસ્કારના નામે !
ખતરો સ્વયં પ્રકૃતિ ને - ધર્મ ને રહ્યા કરે સદા
આક્રાન્તા ને બળ મળે નમાલા અનુનાયી દેખી !
સ્વાર્થ પરત બહુવેષધારી અગુવાઈ કરે ને
પિછલગ્ગુ સ્વાર્થી બની લોભે થઈ અનુસરે.
આમ જ કરાય,આમ જ થાય,- આ જ સત્ય !સર્વને ઊઠાં' ભણાવે ને વાડ પંથની મજબુત કરે !
અન્ય માટે નિત હ્રદયે ઝેર જ ભરે સ્વાંગ રચી
ક્યાંથી પછી માનવતા-સંવેદના એમાં સંચરે ?
માણસ કેમ કરી પછી દેવત્વ ધારણ કરે ?
સ્વાર્થરત આખરે દાનવતા જ ઓચરે. !
જગત ની આંધળી અને ઊંધી દોટ અરે
સતત બસ ! વિકાસ..વિકાસ ઓચરે !
© Bharat Tadvi