...

3 views

ખોટો હતો
કદી આશાને ઠેકાણું આપ્યું જ નહીં,
જીવનને સંતોષ કે આત્માને શાંતિ,
પગલે પગલે વધતો ગયો બસ આગળનાં
પગલાંઓની ચિંતા લઈ ને,
લથડતો ગયો પડ્યો ય ખરો,
ન સમજી શક્યો જીવનને જ,
બસ પળેપળ મરતો રહ્યો બસ મરતો રહ્યો,
સબંધોમાં ખોવાઈ ગયો,
ખુદને ક્યારેય શોધી ન શક્યો,
હાં હું ખોટો છું,
ઘણો,
આ જ સત્ય છે કે હું જીવ્યો જ નહીં,
શ્વાસ લેતું એક મડદું હતો,
આજ અહીં છું અને એ જ મડદું,
હજી ય મરી રહ્યો છું,
હજી ય સમજી નથી રહ્યો,
નથી હજી ય સંતોષ કે શાંતિ,
હું ખોટો હતો અને ખોટો જ રહ્યો.
© Pavan