...

19 views

એમની દુનિયાં
આ વાત છે કંઈક અજાણી,
આ વાત છે વર્ષો જૂની,
બાહર ની દુનિયાં નથી જેની,
એ વાત મને હવે સમજાણી.

કહી કેહવા પહેલાજ ચુપ થઇ જવું,
આખો દિવાસ બસ નિમણું થઇ બેસવું,
વિચારો ને વિચારો મા આંખો ખુલી રાખી સુવું,
ને બસ એક જ વાત...બાહર ની દુનિયાં ને નથી મળવું.

શુ લાગે છે તમને હું કઈ દુનિયાં ની વાત કરું છુ,
ને મારી આવી મીઠ્ઠી વાતો થી તમારા કાન ભરું છુ,
હા હું સમજુ છુ,
પણ ક્દાચ તમે ન સમજ્યા એવું હું માનું છુ.

તમને ખબર છે......
મારી મમ્મી હમેંશા કહેતી કે આ દુનિયાં પર ભરોંસો નાં કરાઈ,
ને પપ્પા કહેતા ભરોસો ના કરવા થી મન હારી જવાઈ,
ત્યારે તો હું ના સમજી શકી કે આ વાત મારે ન મનાઈ,
પણ હા.... એ વાત નહીં તો દુનિયા શુ છે એ વાત હવે ખરું સમજાઈ.

એમની દુનિયાં તો બસ એક ઉંબરા સુધિજ હતી,
એમની દુનિયાં તો બસ પહેલી ચાર દીવાર ના વાચેજ હતી,
પણ આખી દુનિયાં મા એવુ કોઈ માણસ નહીં હશે જેની અટલી વીશાળ દુનિયા હતી,
અરે મારા મમ્મી - પપ્પા ની દુનિયાં તો હુંજ હતી.............. ❤

-Dhruvi Kantariya