...

1 views

પેન્સિલનો સાથ
ગરીબીમાં જીવતી દુનિયાના વહેતા આંસુને લુછતી પેન્સિલ
અબોલની વાચા બની હક કાજે લડી હક અપાવતી પેન્સિલ

નાની નાની કમજોરીને મોટી મોટી ખૂબીમાં બદલતી પેન્સિલ
જીવનના કપરા વળાંક પર સરળતાના પથને દર્શાવતી પેન્સિલ

પ્રેમની ભાષા પણ લખતી દીન દુઃખીયાના દર્દને પણ પારખતી
દ્વેષનાં ઘોડાપૂરને મિટાવી શિષ્ટતા લાવી જીવન નિખારતી પેન્સિલ

અત્યાચાર તરફ આંગળી ચીંધી સદાચારને સ્થાપતી પેન્સિલ
કાળાબજારનો નાશ કરી દેશહિત કાજે આગ બની ક્રાંતિ લાવતી પેન્સિલ

શ્રમિક જનનો સંદેશ બની પળે પળે હિમ્મત આપતી પેન્સિલ
પુંજીપતીની કટુરતા જોઈ એના કહેરને સમાજ સમક્ષ લાવતી પેન્સિલ

દેશહિત કાજે સૈનિકોમાં નવી ચેતનાનો સંચાર કરતી પેન્સિલ
પાઠ સચ્ચાઈનો શીખવી કોરા પાને એક નવો ઇતિહાસ રચતી પેન્સિલ

© Shagun