ઓ... પપ્પા..❤️
જો શબ્દો ઉધાર લઈ વર્ણવું, તોય વર્ણો ખૂટે,
ઓ..પપ્પા..!તમારી સ્નેહ ની સાંકળ કેમ કદી ન ટૂટે..?
જો લાગણીઓનો સરવાળો માંડું, તોય અંકો ખૂટે,
ઓ.. પપ્પા..! તમારા આશીર્વાદ નો હાથ કેમ કદી ન છૂટે..?
જો રંગો થી રંગુ વ્યક્તિત્વ તમારું, તોય રંગો ખૂટે,
ઓ..પપ્પા..! તમારી આત્મીયતા નો ઉજાસ કેમ કદી ન ખૂટે..?
જો ભાવથી નિહાળું અસ્તિત્વ તમારું, તોય નજર ખૂટે,
ઓ..પપ્પા..! તમારી વ્હાલપ નું ઝાકળ કેમ કદી ન ઉડે..?
જો સમજ અને સહજતા ની વાત ઉચ્ચારું, તોય સમય ખૂટે,
ઓ..પપ્પા..! તમારી જવાબદારીની જંજાળ કેમ કદી ન છૂટે.?
જો એક દીકરી થઇ,પિતાના પ્રેમને આલેખું, તોય હેતની તમામ સ્યાહી ખૂટે,
ઓ..પપ્પા..! તમારા આંગણેથી થતી વિદાઈની રસમ કેમ ન ટૂટે...?
નિલમ કી કલમ ✍️