...

1 views

પ્રેમ વિરહ
સ્મરું તને હું જે ક્ષણે તરત મને મળી જજે,
આ શ્વાસ ના કણે કણે તરત મને મળી જજે .

તું ફક્ત તારા તારણે મને મળી જજે,
ના કોઈ અન્ય કારણે મને મળી જજે .

વિરહના અખૂટ અરણ્યમાં તો હું ભૂલી પડી છું,
આ ફૂલ છોડ આંગણે તરત મળે મળી જજે .

વિરાટ વિશ્વ ના ફલક પર ભલે ભમ્યા કરું,
આ બારણે આ પાંપણે આવી મને મળી જજે .

સજા હું કરું તને કે તું કરે મને નથી ફરક કોઈ ,
ખરા અણીના ટાંકણે આવી મને મળી જજે .

તારા જ વિરહ માં વલખાં મારતી હું પળપળ,
શ્વાસ મારાં થંભે એ પહેલાં મને મળી જજે .

તારા જ આવવાના એંધાણ ને આવકારતી ,
મોત મને આવકારે એ પહેલાં મને મળી જજે .

વિશ્વાસ છે અખૂટ ખુદા પર ને તારા પર,
વિશ્વાસ ની ડોર તૂટે એ પહેલાં મને મળી જજે.

© Shagun