...

2 views

કાંચની ચૂડીઓ
કાંચની ચૂડીઓ

સાધારણ લાગે પણ અસાધારણ છે
ચૂડીઓ સ્ત્રીઓનું સૌંદર્ય શણગાર છે

બધા કહે છે કે એ છે કાંચની ચૂડીઓ
કાંચની ચૂડીઓ પણ સ્ત્રીનું શણગાર છે

ખન ખન વાગે મધુર છે રણકાર
કાંચની ચૂડીઓ જ અસાધારણ છે

અસાધારણ કાંચની વાત આવે ત્યારે
કાંચની ચૂડીઓ જ હંમેશા યાદ છે

દર્પણમાં મુખડું એ જોઈ મલકાય
ખન ખન ચૂડીઓનો મધુર રણકાર

હવે ઓછી દેખાય છે કાંચની ચૂડીઓ
પ્રસંગે પહેરાય છે અસાધારણ ચૂડીઓ

સાધારણ લાગે પણ અસાધારણ છે
ચૂડીઓ સ્ત્રીઓનું સૌંદર્ય શણગાર છે
- કૌશિક દવે








© Kaush.D.