...

16 views

ઘર મારું ક્યાંય નથી..
ઘર મારું ક્યાંય નથી, મારું ક્યાંય ઘર નથી.
દેહ જ્યાં રખડે છે ત્યાં કાયમનો કાંઈ મહેમાન નથી.

આ રોજેરોજ ઘરઘરતાં રમાય છે જે શાનમાં,
એ રમકડાંઓ સંગ મારો શાશ્વત કાંઈ વ્યવહાર નથી.

ઓલ્યો સંદેશો ઊડતો આવે તે કોનાં સરનામે?
રઝળપાટ કરતાં આ શ્વાસનો પણ હું માલિક નથી.

આંખ ભીડું ત્યાં ઊઘડતો મારો ખુદનો જમાનો,
અમર છું ભીતર યુગમાં, દુનિયાદારીથી લગાવ નથી.

લાંચ,ચોરી,હત્યાથીય મોટાં ગુનામાં ફસાવી દ્યો;
'હૃદયવીલા'નાં 'આત્મરામ' વિણ મારે કો' ઓળખાણ નથી.

-Gopi


#gujarati #poem