...

3 views

મારી પરીક્ષા
મધ મધતા ઠંડા પવનો ની લહેરો માં
ઉંડા અર્ધછાયા વિચારો માં
હુ આવ્યો છું જવાબો ની શોધ માં

જાણે આખુ આકાશ પુછી રહયુ છે મને પ્રશ્નો હાર માં
લાગે છે હુ જ આવી ગયો છુ એની લાગ માં
ઉંડા અર્ધછાયા વિચારો માં
હુ આવ્યો છું જવાબો ની શોધ માં

ખોવાઈ રહી છે જીંદગી મારી પ્રશ્નો ની માળ માં
કરુ છુ પ્રયત્નો સમય ની લાય માં
ઉંડા અર્ધછાયા વિચારો માં
હુ આવ્યો છું જવાબો ની શોધ માં

હુ તો બેઠોતો પરીક્ષા ના ખંઙ માં
ઇચ્છતતો કોકની મદદ કાખ માં
ઉંડા અર્ધછાયા વિચારો માં
હુ આવ્યો છું જવાબો ની શોધ માં

ખબર હતી મને છે પરીક્ષાઓ આવતા દાડાઓ માં
પણ હું સુતો રહ્યો મધમધતાં પવનો ની લહેરો માં
ઉંડા અર્ધછાયા વિચારો માં
હુ આવ્યો છું જવાબો ની શોધ માં




© All Rights Reserved
-આગમ