...

6 views

પ્રેમ સૌગાત
માની લીધું મેં શરૂઆત નથી થઈ તુજ સંગ ,
પણ આખરી શ્વાસ સુધી તારો સાથ જોઈએ છે .

તારા ખભા પર માથું રાખતાં મારા ચહેરા પર ખુશી આવતી ,
હીરા મોતી નહીં બસ મને મારી એ મુસ્કાન જોઈએ છે .

સાજ શ્રુંગાર ના સામાન શું સજાવશે મુજ યૌવન ને,
તુજ સાથ થકી સજે તન ને આત્મા મારી બસ એ સાથ જોઈએ છે .

જુએ છે આછું મલકાઈને મને જ્યારે તારી એક નજર ,
મળી જાય સુકૂન જે પળે દિલ ને બસ એ એક પળ જોઈએ છે .

દિવસ મહિના સાલ નો હિસાબ નથી આવડ્તો મને ,
મને તો બસ જીવનની દરેક પળે તારો સાથ જોઈએ છે .

ના પ્રેમ ની ગાથા જોઈએ ના દાસ્તાન મુજ પ્રેમ ના એકરારની,
જો આ પ્રેમસફરમાં કંઈ જોઈએ તો બસ તારો સથવારો જોઈએ છે .

આ બે પળ ની જીંદગીમાં ચાર કદમ નો સાથ જોઈએ છે ,
આ દગાબાજ દુનિયાની ભીડ માં તારો બેખૌફ ભરોસો જોઈએ છે .

આપી શકે જો તો જીંદગીભર સાથ નિભાવવાનો વાયદો કર ,
તારી મદ મસ્ત આંખોમાં મને કાયમી વસવાટ જોઈએ છે .

તારા મૌન માં છુપાયેલ શોર ને સાંભળવાનો મને હક જોઈએ છે ,
તારા હાથ માં હાથ પરોવી જીંદગી ગુજારવાનો એક મોકો જોઈએ છે .

ના કોઈ ખ્વાહિશ ભેટ સૌગાત ની ના કોઈ ગુલાબના ફૂલની
બસ આંખો ના મીંચાય ત્યાં સુધી તારા સાથની પ્રેમ સૌગાત જોઈએ છે .

© Shagun