...

7 views

વટથી ગુજરાતી


ભારતમાતાનો જમણો હાથ, સ્થાપના મારી થઈ મહારાષ્ટ્રને સાથ,
૧૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાની છે મને સોગાથ, વટથી કહું છું આવું છે મારું ગુજરાત..

૯ દિવસની નવરાત્રી અને નટખટ છે દ્વારિકાનો નાથ,
સોમનાથ અને દારૂકાવન ની અનેરી શિવરાત્રી ને જૈનતીર્થ પાલીતાણા નો અનેરો પ્રતાપ, વટથી કહું છું આવું છે મારું ગુજરાત..

ગાંધીજી, કવિ બોટાદકર, નરસિંહ મહેતા, સરદાર અને સુદામા, એ સૌથી બની આ ગુજરાતની ગાથા,
સિંહ, સુરખાબ, કેરી, વડલો અને ગલગોટા છે ગુજરાતની શાન, વટથી કહું છું આવું છે મારું ગુજરાત..

તંદુરતી ભર્યું ગુજરાતી ભોજન, ખટ-મીઠું સ્વાદિષ્ટ વ્યંજન,
હસ્તકલા, વણાટ, છાપકામ એ છે અમારી આગવી ઓળખ,
તરણેતરના મેળાની અનોખી ધૂમધામ, વટથી કહું છું આવું છે મારું ગુજરાત..

કચ્છ, અમદાવાદ અને અમુલ ડેરી, રીલાયન્સ, કંડલા બંદર, નર્મદાનો સરદાર ડેમ અને રૂડો છે ગરવી ગિરનાર,
જી.એન.એફ.સી., ગુજરાત યુનિવર્સિટી અને નવનીત પ્રકાશનની છે અનુઠી શાન.. વટથી કહું છું આવું છે મારું ગુજરાત.. વટથી કહું છું આવું છે મારું ગુજરાત...