...

10 views

વાદળની વેદના
વરસ્યું એ અનરાધાર પ્રિયતમાનાં વિરહમાં મન મૂકી,
સહેવાઇ નહિ એ વેદના નિજ મન શાતા ક્યાથી હોઇ?

ચમકી વીજ જાણે આતમ આકરો તાપ, ને નેણ અશ્રું સંગ ક્યાથી રેલાવે અધર મધુ સ્મિત એ પ્રિયતમનાં ?

રુંધાયેલો સ્વર ખુલ્યો જાણે દી'નાથ ગજાવે શસ્ત્રો, ને વર્ણો એના ચડે ચકડોળે આલિંગન કેમ કરી અપાય ?

ભ્રમરે પડ્યો વા' જાણે સખો એનો પારકો, કા'ક મંદ તો કઈ તેજ વાયો ચિઠ્ઠી મુકામે ક્યાંથી પહોંચાડી શકાય ?


© Minu_P05

Related Stories